દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર અને સમગ્ર ચાવડા પરિવાર માટે ગૌરવની પળ સામે આવી છે. વર્ષોથી મીઠાપુરમાં વસવાટ કરતા અને હાલ જામનગર સ્થિત સ્વ. ભરતભાઈ ગાંગાભાઈ ચાવડાના સુપુત્રી મિતલબેન ભરતભાઈ ચાવડાએ પોતાની નિષ્ઠા અને કાર્યક્ષમતાથી પોલીસ વિભાગમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે.
મિતલબેન હાલમાં ખંભાળિયા ખાતે પોલીસ અધિક્ષક (SP) કચેરીની કોમ્પ્યુટર શાખામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે રાજ્ય સરકારના મહત્વકાંક્ષી ‘ઈ-ગુજકોપ’ (e-GujCop) પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ સ્ટેશન લેવલની તમામ ડેટા એન્ટ્રી અને કામગીરી નિયત સમયમર્યાદામાં સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. તેમની આ પ્રશંસનીય કામગીરીની નોંધ લઈ વિભાગ દ્વારા તેમનું બહુમાન કરવામાં આવ્યું છે.
આજરોજ રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક (IG) શ્રી અશોક કુમાર સાહેબ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક (SP) શ્રી જયરાજસિંહ વાળા સાહેબના વરદ હસ્તે મિતલબેનને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ચાવડા પરિવાર તેમજ સમગ્ર મીઠાપુરવાસીઓમાં અનેરો ઉત્સાહ અને હર્ષની લાગણી જોવા મળી રહી છે.
Like this:
Like Loading...