દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શિયાળાની ઋતુ વચ્ચે અચાનક માવઠું થતાં લોકોમાં અચરજ ફેલાયું છે. મળતી માહિતી મુજબ, દ્વારકાના અનેક વિસ્તારોમાં તેજ પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે.
અચાનક બદલાયેલા આ હવામાનને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, આ કમોસમી વરસાદને પગલે જગતના તાત ગણાતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હાલમાં પવનની ગતિ પણ સામાન્ય કરતા વધુ જોવા મળી રહી છે.


