
🎬
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ગર્વની વાત છે કે દર્શકોના બહોળા પ્રેમ સાથે અંકિત સાખીયા દિગ્દર્શિત લાલો ફિલ્મે સફળતાપૂર્વક તેના 10મા સપ્તાહમાં એન્ટ્રી કરી છે. રિલીઝના દિવસથી જ ફિલ્મને મળતી જતી પ્રોત્સાહક પ્રતિસાદને કારણે બોક્સ ઓફિસ પર ફિલ્મે સતત પોતાની ધમાકેદાર હાજરી જાળવી રાખી છે.
ફિલ્મની અનોખી વાર્તા, લોકપ્રિય કલાકારોના પ્રભાવશાળી અભિનય અને ગુજરાતી સંસ્કૃતિનું જીવંત દર્શન લોકોને ખૂબ ગમી રહ્યું છે. સૌપ્રથમ સપ્તાહથી જ હાઉસફુલ શોનો સિલસિલો જોતાં સ્પષ્ટ થાય છે કે ‘લાલો’એ પ્રેક્ષકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે.
ગુજરાતભરના થિયેટરોમાં ફિલ્મની માગ વધતી જ રહી છે અને પરિવાર સાથે જોવા જેવી ફિલ્મ તરીકે લાલોએ પોતાનો ખાસ દરજ્જો મેળવી લીધો છે.
WEBtech365.in ટીમે ફિલ્મની સતત સફળતા બદલ ફિલ્મ યુનિટને અભિનંદન પાઠવ્યા છે અને જણાવ્યું કે આ સફળતા ગુજરાતી સિનેમાના વિકાસ માટે પ્રેરણાદાયી છે.



