Google search engine
HomeGujaratદ્વારકાની શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટની સરાહનીય પહેલ: રામમંત્ર લેખન અભિયાનનું આયોજન

દ્વારકાની શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટની સરાહનીય પહેલ: રામમંત્ર લેખન અભિયાનનું આયોજન


દ્વારકા: શહેરની પ્રતિષ્ઠિત સેવાકીય સંસ્થા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ – દ્વારકા, શિતલા શેરી, આદિત્ય રોડ ખાતે આવેલા ટ્રસ્ટ દ્વારા ‘શ્રી રામનામ મંત્ર લેખન બુક’ લખવાનું વિશાળ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે.
મંત્ર: ‘શ્રી રામ જય રામ જય જય રામ’

આ આધ્યાત્મિક સેવા યજ્ઞમાં જોડાવા માટે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


📘 101 મંત્ર-લેખન બુક લખનાર રામભક્તો માટે વિશેષ સન્માન

➡️ ૧૦૧ બુક મંત્રલેખન પૂર્ણ કરનાર રામભક્તોને તેમની ઇચ્છા મુજબ—

  • ભાગવદ ગીતા
  • ચરણામૃત ચામાયણ
  • શિવપુરાણ
  • અથવા કોઈ પણ ધાર્મિક ગ્રંથ
    ભેટ કરવામાં આવશે અને તેમનું વિશેષ સન્માન કરવામાં આવશે.

➡️ ૫૧ બુક લખી આપનાર ભક્તોનું પણ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવશે.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં રામનામ જપ પ્રત્યે શ્રદ્ધા, શાંતિ અને સત્સંકલ્પ ફેલાવવા છે.


📚 મંત્ર લેખન બુક મેળવવાની સુવિધા

ભક્તો નીચેના સ્થળેથી મંત્રલેખન બુક મેળવી શકે છે:

  • રામધૂન મંદિર – દુષ્યંતભાઈ મીન
    📞 મો. ૯૯૨૪૪ ૧૭૬૧૧
  • હોટેલ શિવગંગા – હિરેનભાઈ ઝાંખરિયા
    📞 મો. ૯૯૨૪૦ ૨૯૫૦૦

🙏 ટ્રસ્ટ તરફથી અપીલ

શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટે દ્વારકાના તમામ રામભક્તોને આ પુણ્યકાર્યમાં જોડાઈ મંત્ર લેખન દ્વારા ધાર્મિક અને માનસિક શાંતિનો અનુભવ કરવાની અપીલ કરી છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments