અક્ષય ખન્નાની નવી ફિલ્મ ‘ધુરંધર’ ધૂમ મચાવી રહી છે. એવામાં હવે તેમણે આ ફિલ્મમાં પહેરેલા ચશ્માની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. ચાલો જાણીએ તેમણે પહેરેલા આ ચશ્માની કિંમત કેટલી છે.

અક્ષય ખન્નાની નવી ફિલ્મ ‘ધુરંધર’ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં તેમનું એન્ટ્રી સોંગ Fa9la (ફસ્લા) સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. આ ગીતમાં અક્ષય ખન્ના કાળા સૂટમાં જોવા મળી રહ્યા છે, જેઓ પોતાની કારમાંથી શાનદાર અંદાજમાં બહાર નીકળે છે. તેઓ એક પ્રોગ્રામમાં હાજરી આપે છે અને બધાને ‘સલામ’ કહીને અભિવાદન કરે છે. આ દરમિયાન તેમના ચશ્માએ પણ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. ત્યાર પછી ઘણા લોકો પૂછવા લાગ્યા કે અક્ષય ખન્નાએ એન્ટ્રી સોંગમાં જે ચશ્મા પહેર્યા છે, તે કેટલા રૂપિયાના છે અને કઈ કંપનીના છે.

કેટલી છે ચશ્માની કિંમત? – ઈન્ટરનેટ પર આ ચશ્મા વિશે વધારે માહિતી ઉપલબ્ધ નથી. જોકે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર એક યુઝરે અક્ષય ખન્નાના આ ચશ્મા વિશે સવાલ પૂછ્યો હતો. તે યુઝરની પોસ્ટ પર ઘણા લોકોએ કોમેન્ટ કરી હતી.

કેટલાક યુઝર્સે જણાવ્યું કે, આ ચશ્મા GIGI Studios કંપનીના છે. રેડિટ પર એક યુઝરે કહ્યું કે, ધુરંધરના એન્ટ્રી સોંગમાં અક્ષય ખન્નાએ જે ચશ્મા પહેર્યા છે, તે GIGI Studios કંપનીનું 6670/1 મોડેલ છે. આ ચશ્માની કિંમત આશરે 25 હજાર રૂપિયા છે.
GIGI Studios સ્પેનની કંપની છે. આ કંપની અનેક પ્રકારના ચશ્મા બનાવે છે અને વેચે છે. આ કંપનીને પહેલા GIGI Barcelonaના નામથી ઓળખવામાં આવતી હતી. આ એક ફેમિલી કંપની છે. તેની સ્થાપના 1962માં થઈ હતી. આ કંપની 45થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ્સ વેચે છે. આ કંપનીની સૌથી ખાસ વાત એ છે કે તેની ટીમ જે પણ ફ્રેમ બનાવે છે તે હાથથી તૈયાર કરવામાં આવે છે. ચશ્માની એક ફ્રેમ 100થી વધુ સ્ટેપમાંથી પસાર થાય છે.

ઘણા સેલિબ્રિટી કરે છે ઉપયોગ – GIGI Studiosના ચશ્મા વિશ્વભરની ઘણી સેલિબ્રિટીઝ ઉપયોગ કરે છે. તેમાં અમેરિકન અભિનેત્રી Jessica Biel, યુકેના અભિનેતા અને ગાયક Ed Westwick, અમેરિકન મોડલ અને અભિનેતા Erin Wasson વગેરેનો સમાવેશ થાય છે. અક્ષય ખન્ના ઉપરાંત ભારતીય મૂળની અમેરિકન અભિનેત્રી બનીતા સંધુ (Banita Sandhu) પણ GIGI Studiosના ચશ્મામાં જોવા મળી છે.



