યાત્રાધામ દ્વારકાના ૫૦૫ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ‘રઘુવંશી ક્રિકેટ ડે ટુર્નામેન્ટ ૨૦૨૫’નું આયોજન ભવ્ય રીતે સંપન્ન થયું છે. આ ટુર્નામેન્ટમાં વિવિધ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેના કારણે ક્રિકેટ રસિયાઓમાં ભારે રોમાંચ જોવા મળ્યો હતો.
ટુર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો બજરંગ ઈલેવન અને દ્વારકેશ ઈલેવન વચ્ચે રમાયો હતો. બંને ટીમો વચ્ચે રસાકસીભર્યો અને જબરદસ્ત મેચ જોવા મળ્યો હતો. ખેલાડીઓએ મેદાન પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. અંતે, બજરંગ ઈલેવનની ટીમે શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરી વિજય મેળવ્યો હતો અને ટ્રોફી પોતાના નામે કરી હતી. આ વિજય સાથે બજરંગ ઈલેવનના ખેલાડીઓ અને સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.


