Google search engine
HomeGujaratDevbhumi Dwarkaદેવભૂમિ દ્વારકાના યુવા ઇજનેરનો અનોખો ઉપક્રમ — “Dwarka Voter Search Bot” લોન્ચ

દેવભૂમિ દ્વારકાના યુવા ઇજનેરનો અનોખો ઉપક્રમ — “Dwarka Voter Search Bot” લોન્ચ

દેવભૂમિ દ્વારકાના યુવા કોમ્પ્યુટર ઇજનેર અક્ષય કાનાણીએ સેવાભાવથી “Dwarka Voter Search Bot” બનાવી. હવે Telegram દ્વારા 2002ની મતદાર યાદીમાંથી નામ, સરનામું, EPIC નંબર સહિતની માહિતી મફતમાં મળી શકશે.

દેવભૂમિ દ્વારકાના યુવા કોમ્પ્યુટર ઇજનેર અક્ષય કાનાણીએ જનહિતને ધ્યાનમાં રાખીને એક નવીન ડિજિટલ સેવા “Dwarka Voter Search Bot” વિકસાવી છે. આ બોટ દ્વારા Telegram એપ્લિકેશનમાં માત્ર એક મેસેજ મોકલતા જ 2002ની મતદાર યાદીમાં નોંધાયેલા મતદારોની વિગતો તરત મળી શકે છે.

આ સેવામાં નામ, સરનેમ, EPIC નંબર, એરિયા, બૂથ વિગેરે આધારે સર્ચ કરી શકાય છે. ઉપરાંત EPIC વેરિફિકેશન, પરિવારની સંપૂર્ણ વિગતો, ગુજરાતી ભાષા સપોર્ટ અને સરળ નેવિગેશન જેવી સુવિધાઓ સાથે બોટ લોકોને વધુ સુવિધાજનક અનુભવ આપે છે. ગ્રામપંચાયત, ચૂંટણી બૂથ ટીમો અને મતદાર જાગૃતિ માટે આ સાધન ખાસ ઉપયોગી બની શકે છે.

વિશેષ વાત એ છે કે કાનાણીએ આ પ્રોજેક્ટ માટે કોઈ સરકારી કે ખાનગી સહાય લીધી નથી. માત્ર પોતાની ટેક્નિકલ કુશળતા અને એક જ કોમ્પ્યુટર દ્વારા તેમણે આ ડિજિટલ સેવા લોકો સમક્ષ મૂકી છે. આ સેવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ લોકો માટે સંપૂર્ણ મફત ઉપલબ્ધ છે.

અક્ષય કાનાણીનું માનવું છે કે આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ જિલ્લાને વધુ ડિજિટલ અને સશક્ત બનાવવાનો છે, જેથી લોકો જરૂરી માહિતીને ઝડપી અને સરળ રીતે મેળવી શકે. Telegram પર આ બોટને 👉 https://t.me/Akdwk_bot લિંક દ્વારા ઍક્સેસ કરી શકાય છે.

u

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments