Google search engine
HomeGujaratDevbhumi Dwarkaવ્રજ હોસ્પિટલ ખાતે રવિવારે ભવ્ય નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન: ત્રણ નિષ્ણાત તબીબો...

વ્રજ હોસ્પિટલ ખાતે રવિવારે ભવ્ય નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન: ત્રણ નિષ્ણાત તબીબો આપશે સેવા

વ્રજ હોસ્પિટલ દ્વારા આગામી તારીખ 04/01/2026 ને રવિવારના રોજ એક ભવ્ય નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં શહેરના નામાંકિત નિષ્ણાત તબીબો પોતાની સેવાઓ આપશે, જેનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.

આ ફ્રી નિદાન કેમ્પમાં જનરલ ફિઝિશિયન ડો. ઋત્વિજ જે. ત્રિવેદી (M.B.B.S., IDCCM) સવારે 9 થી 1 વાગ્યા સુધી દર્દીઓની તપાસ કરશે. આ ઉપરાંત, બાળરોગ તથા નવજાત શિશુના નિષ્ણાંત ડો. કૈલાશ ચોપડા (M.D., Paediatrics) પણ સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન બાળકોની સ્વાસ્થ્ય તપાસ માટે ઉપલબ્ધ રહેશે.

તેમજ, જનરલ સર્જન અને લેપ્રોસ્કોપી તથા એન્ડોસ્કોપીના નિષ્ણાંત સર્જન ડો. પ્રકાશ કે. ધારવિયા (M.B.B.S., M.S., FMAS, FIAGES) સવારે 11 થી 1 વાગ્યા સુધી સેવા આપશે. આ કેમ્પનો લાભ લેવા માટે દર્દીઓએ સમયસર વ્રજ હોસ્પિટલ ખાતે પહોંચી જવા જણાવવામાં આવ્યું છે. સ્વાસ્થ્યને લગતી વિવિધ તકલીફો માટે આ નિઃશુલ્ક કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments