Google search engine
HomeGujaratDevbhumi Dwarkaદ્વારકામાં હાડ થીજવતી ઠંડી સામે શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ બન્યું ગરીબોની 'હૂંફ'ની ઢાલ:...

દ્વારકામાં હાડ થીજવતી ઠંડી સામે શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ બન્યું ગરીબોની ‘હૂંફ’ની ઢાલ: માત્ર લોકેશન મોકલો, મિનિટોમાં મળશે ધાબળો

દ્વારકામાં હાલ હાડ થીજવતી ઠંડી પડી રહી છે, ત્યારે ફૂટપાથ પર અને ખુલ્લામાં રાત વિતાવતા નિરાધાર લોકોની હાલત કફોડી બની છે. આવા સમયે દ્વારકાનું શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે અને જરૂરિયાતમંદો માટે હૂંફની ઢાલ બનીને આગળ આવ્યું છે.
ટ્રસ્ટ દ્વારા એક અનોખી સેવા શરૂ કરવામાં આવી છે. જો તમને રસ્તા પર કોઈ નિરાધાર વ્યક્તિ ઠંડીમાં ઠુંઠવાતી દેખાય, તો તમારે માત્ર નીચે આપેલા નંબરો પર તે જગ્યાનું લોકેશન મોકલવાનું રહેશે. શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકો ગણતરીની મિનિટોમાં ત્યાં પહોંચીને તે વ્યક્તિને ધાબળો ઓઢાડી ઠંડીમાં રાહત આપશે.
આ સેવાકાર્ય માટે રાત્રે ૯ થી ૧૧ વાગ્યા સુધી નીચે મુજબના સંપર્ક કરી શકાશે:
શ્રી ઈશ્વરભાઈ ઝાંખરિયા (મો. ૯૮૨૪૨ ૪૪૮૩૦) અને શ્રી હિરેનભાઈ ઝાંખરિયા (મો. ૯૯૨૪૦ ૨૯૫૦૦). ટ્રસ્ટની આ પહેલથી શહેરમાં નિરાધાર લોકો ઠંડી સામે રક્ષણ મેળવી શકશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments