Google search engine
HomeGujaratDevbhumi Dwarkaદ્વારકામાં નારી શક્તિનો ઉદય: ત્રિ-દિવસીય 'સશક્ત નારી મેળા'નો વન મંત્રી અર્જુન મોઢવાડીયાના...

દ્વારકામાં નારી શક્તિનો ઉદય: ત્રિ-દિવસીય ‘સશક્ત નારી મેળા’નો વન મંત્રી અર્જુન મોઢવાડીયાના હસ્તે પ્રારંભ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહિલા સશક્તિકરણને વેગ આપવા અને બહેનોની સર્જનશક્તિને મંચ પૂરો પાડવાના ઉમદા હેતુથી આયોજિત ત્રિ-દિવસીય “સશક્ત નારી મેળા”નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, “સશક્ત નારી મેળાના આયોજન થકી મહિલાઓની સુષુપ્ત સર્જનશક્તિને એક નવી ઓળખ મળશે.” તેમણે ઉમેર્યું હતું કે આવા મેળાઓ મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા અને તેમના દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને સીધું બજાર પૂરું પાડવા માટે ઉત્તમ માધ્યમ બની રહે છે. મેળામાં વિવિધ સ્વ-સહાય જૂથો અને મહિલા કારીગરો દ્વારા તૈયાર કરાયેલ હસ્તકલા, ગૃહ ઉદ્યોગ અને અન્ય ઉત્પાદનોના સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે, જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય “વોકલ ફોર લોકલ”ના મંત્રને સાર્થક કરતા સ્થાનિક મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવાનો છે. આગામી ત્રણ દિવસ સુધી ચાલનારા આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવી અપેક્ષા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments