યાત્રાધામ દ્વારકા ખાતે પવિત્ર ધ્વજારોહણના પ્રસંગે રાજકીય ગરિમા અને આત્મીયતાનો સંગમ જોવા મળ્યો હતો. આ વિશેષ અવસરે રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલા અને ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીજી દ્વારકા પધાર્યા હતા.
આ બંને મહાનુભાવોનું દ્વારકામાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રઘુવંશી યુવા અગ્રણી અંકિત સામાણીની સાથે અક્ષયભાઈ બારાઇએ પણ દિગ્ગજ નેતાઓનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન એક અત્યંત સ્નેહપૂર્ણ ક્ષણ પણ સર્જાઈ હતી, જ્યારે અક્ષયભાઈ બારાઇની લાડકી દીકરીએ પરષોત્તમ રૂપાલાજી સાથે નિખાલસ અને વહાલભરી વાતચીત કરી હતી. અક્ષયભાઈ બારાઇ અને અંકિત સામાણી દ્વારા થયેલા આ સ્વાગતે મહેમાનોને પ્રભાવિત કર્યા હતા.
દ્વારકામાં રૂપાલા અને સંઘાણીનું ભવ્ય સ્વાગત: અક્ષયભાઈ બારાઇ અને અંકિત સામાણીએ કર્યા સત્કાર
RELATED ARTICLES


