Google search engine
HomeGujaratDevbhumi Dwarkaદ્વારકામાં કુદરતની કમાલ: ખારા સમુદ્ર વચ્ચે મીઠા પાણીના 5 કૂવા ધરાવતું 'પંચનદ...

દ્વારકામાં કુદરતની કમાલ: ખારા સમુદ્ર વચ્ચે મીઠા પાણીના 5 કૂવા ધરાવતું ‘પંચનદ તીર્થ’

દ્વારકાના પવિત્ર ગોમતી ઘાટની સામેના કિનારે આવેલું ‘પંચનદ તીર્થ’, જેને સ્થાનિકો ‘પંચકૂઈ’ તરીકે પણ ઓળખે છે, તે શ્રદ્ધાળુઓ માટે અનેરી આસ્થાનું કેન્દ્ર છે. આ સ્થળની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં ચારે બાજુ ખારો સમુદ્ર હોવા છતાં, અહીં આવેલા પાંચેય કૂવામાંથી એકદમ મીઠું પાણી મળે છે. આ કુદરતી ચમત્કાર શ્રદ્ધાળુઓને આશ્ચર્યચકિત કરે છે.
પુરાણો અનુસાર, આ પાંચ કૂવા પાંચ પાંડવો અને ઋષિઓની તપસ્યાનું પરિણામ હોવાનું મનાય છે. અહીં ચંદ્રભાગા તીર્થ (પુલહ ઋષિ) અને અન્ય ઋષિઓના નામ સાથે જોડાયેલા પાંચ કૂવા છે, જેનું જળ આચમન કરવાથી જીવન પવિત્ર થાય છે તેમ ભક્તો માને છે. અહીં લક્ષ્મીનારાયણ દેવનું મંદિર અને પાંડવ ગુફા પણ આવેલી છે, જે દર્શનાર્થીઓ માટે મુખ્ય આકર્ષણ છે.
મંદિર પરિસરમાં ‘રામ’ નામ લખેલો તરતો પથ્થર પણ શ્રદ્ધાળુઓના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. હાલમાં નાતાલના મિની વેકેશન દરમિયાન સુદામા સેતુ બંધ હોવા છતાં, મોટી સંખ્યામાં ભક્તો હોડી દ્વારા ગોમતી નદી પાર કરીને આ પવિત્ર સ્થળના દર્શનનો લાભ લઈ રહ્યા છે. અહીંથી જગત મંદિર અને શારદાપીઠનો નજારો અદભુત દેખાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments