Google search engine
HomeGujaratDevbhumi Dwarkaઓખામંડળ: ટાટા કેમિકલ્સના ઝેરી પ્રદૂષણ સામે એક ચારણનો એકલા હાથે જંગ, સમુદ્રની...

ઓખામંડળ: ટાટા કેમિકલ્સના ઝેરી પ્રદૂષણ સામે એક ચારણનો એકલા હાથે જંગ, સમુદ્રની દુર્દશા જોઈ ચોંકી જશો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં એક ચોંકાવનારો અને અત્યંત ગંભીર મામલો સામે આવ્યો છે. અહીંના એક અભણ માલધારી અને દેવીપૂત્ર ચારણ, દેવરામ વાલાએ મીઠાપુર સ્થિત ટાટા કેમિકલ્સ કંપની દ્વારા ફેલાવવામાં આવતા ભયંકર પ્રદૂષણનો પર્દાફાશ કર્યો છે. તેમના દાવા મુજબ, ટાટા કેમિકલ્સની ફેક્ટરીમાંથી નીકળતું ઝેરી કેમિકલ યુક્ત લિક્વિડ વેસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી સીધું સમુદ્રમાં ઠાલવવામાં આવી રહ્યું છે, જેના કારણે દરિયાઈ જીવસૃષ્ટિ અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે.
દેવરામ વાલા છેલ્લા ૧૫ વર્ષથી આ પ્રદૂષણના મુદ્દે કંપની સામે એકલા હાથે લડત ચલાવી રહ્યા છે. તેમણે પોતે નાની હોડી લઈને સમુદ્રમાં જઈને આ પ્રદૂષણની ભયાનક વાસ્તવિકતા ઉજાગર કરી છે. સમુદ્રમાં ઠલવાતા આ ઝેરી કચરાને કારણે પાણીનો રંગ બદલાઈ ગયો છે અને સમુદ્રી જીવો માટે આ સ્થિતિ જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. એક અભણ હોવા છતાં, પર્યાવરણ પ્રત્યેની તેમની આ જાગૃતિ અને સંઘર્ષે અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સ્થાનિક તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ બાબતે ક્યારે પગલાં લેશે તે હવે જોવું રહ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments