ખંભાળિયા મૂળ વતની અને અહમદાબાદની યુવા પત્રકાર જાનવી સોનેયા એ International Affairs અને ડિપ્લોમસી ક્ષેત્રમાં મહત્વની પદવી મેળવી સમાજનું નામ રોશન કર્યું. તેઓ અનેક દેશોના વડાપ્રધાન અને રાજદૂતો સાથે પત્રકાર તરીકે કાર્યરત રહી ચૂક્યા છે.
અહમદાબાદની પ્રતિભાશાળી પત્રકાર જાનવી સોનેયા, જેમનું મૂળ વતન ખંભાળિયા છે, તેમણે International Affairs અને Diplomacy ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત કરી રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યું છે.
જાનવી સોનેયા અનેક દેશોમાં રાજકીય, રાજદ્વારી અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર રિપોર્ટિંગ કરી ચૂક્યા છે. તેમણે વિશ્વના વિવિધ રાષ્ટ્રોના વડાપ્રધાન, મંત્રીઓ અને ડિપ્લોમેટ્સ સાથે વિશેષ મુલાકાતો તથા કવરેજ કર્યું છે.
ખાસ કરીને, જાનવી સોનેયા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે પણ પત્રકાર તરીકે કાર્યરત રહી ચૂક્યા છે, જે તેમના કારકિર્દીના સૌથી મોટા સિદ્ધિઓમાંની એક ગણાય છે.
સમાજના યુવાનો માટે પ્રેરણારૂપ બની રહેલી જાનવીની આ સફળતા, માત્ર તેમના પરિવાર માટે જ પરંતુ સમગ્ર રઘુવંશી સમાજ માટે ગૌરવની ક્ષણ છે.


