દિલ્હીમાં યોજાયેલી હાઈ-લેવલ રેલવે મીટિંગમાં સાંસદ પૂનમબેન માડમે હાલાર માટે નવી ટ્રેનો, સ્ટેશનના આધુનિકીકરણ અને મુસાફરોને હાઈ-ક્લાસ સુવિધાઓ આપવા જોરદાર રજૂઆત કરી. ૧૪૫૭ કરોડના વિશાળ પ્રોજેક્ટ બાદ હવે હાલાર ક્ષેત્રના વિકાસને વધુ ગતિ મળવાની આશા વધી છે.
દિલ્હીમાં હાલારનો અવાજ ફરી એક વખત જોરથી ગુંજ્યો છે. ૧૪૫૭ કરોડના ઐતિહાસિક પ્રોજેક્ટની સફળ જાહેરાત પછી સાંસદ પૂનમબેન માડમ હવે ‘કુલ સ્પીડ’માં વિકાસને નવી દિશા આપવા તત્પર બની ગયા છે. રેલવે મંત્રી સાથે યોજાયેલી હાઈ-લેવલ મીટિંગમાં તેમણે હાલાર વિસ્તારના રેલવે સંબંધિત અનેક મુદ્દાઓને શક્તિશાળી રીતે રજૂ કર્યા.
મીટિંગ દરમિયાન હાલારને નવી ટ્રેનોની જરૂરિયાત, સ્ટેશનના કાયાકલ્પની તાત્કાલિકતા અને મુસાફરોને સુવિધાસભર ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળવું જરૂરી છે તે બાબતને પૂનમબેન માડમે ખાસ ઉજાગર કરી. તેમણે જણાવ્યું કે રેલવે સ્ટેશનને વિશ્વ સ્તરના ધોરણો મુજબ વિકસાવવામાં આવે તો પ્રવાસીઓને મોટી રાહત મળશે અને સ્થાનિક વિકાસને પણ ગતિ મળશે.
રેલવે મંત્રાલયે પણ પ્રાથમિક તબક્કે સકારાત્મક પ્રતિસાદ આપ્યો હોવાનું ચર્ચાઓમાં સામે આવ્યું છે. આવનારા સમયમાં હાલારને હાઈ-ટેક સુવિધાઓ, વધુ ટ્રેનો અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મોટો લાભ મળશે તેવી આશા છે. આ પગલાંઓથી સમગ્ર વિસ્તારના પરિવહન અને વેપાર બંનેમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની શક્યતા મજબૂત બની છે.


