Google search engine
HomeGujaratDevbhumi Dwarkaનકલી ઈ-ચલણ કૌંભાડનો ખતરો: અક્ષય કાનાણીએ સોશિયલ મીડિયા પર કરી જનજાગૃતિ

નકલી ઈ-ચલણ કૌંભાડનો ખતરો: અક્ષય કાનાણીએ સોશિયલ મીડિયા પર કરી જનજાગૃતિ

સોશિયલ મીડિયા પર એક જાગૃત નાગરિક અક્ષય કાનાણીએ નકલી ઈ-ચલણ (e-challan) કૌંભાડ અંગે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. અક્ષય કાનાણીને તેમના મોબાઇલ પર વાહનના દંડ પેટે રૂા. 1000 ભરવાનો મેસેજ મળ્યો હતો, જે દેખાવમાં સંપૂર્ણ રીતે અધિકૃત લાગતો હતો.

શંકા જતા તેમણે તરત જ અન્ય ઓફિશિયલ ટ્રાફિક એપ પર તપાસ કરી હતી. તપાસ દરમિયાન કોઈપણ પ્રકારનો મેમો કે દંડ નોંધાયેલો ન હોવાનું સામે આવ્યું હતું. વધુ ખાતરી માટે તેમણે બીજો કાર નંબર દાખલ કરી તપાસ કરતા તેમાં પણ એ જ રીતે રૂા. 1000 ભરવાનો દંડ દર્શાવવામાં આવ્યો હતો.

આ ઘટનાથી સ્પષ્ટ થયું કે આ એક સુવ્યવસ્થિત સાયબર ફ્રોડ છે, જેમાં લોકોને ભ્રમિત કરીને ખોટી રીતે દંડ ભરાવવા પ્રયાસ કરવામાં આવે છે. આ સમગ્ર બાબતે અક્ષય કાનાણીએ અમદાવાદ પોલીસને તપાસ કરવા માટે ટકોર કરી છે અને આવા સાયબર ફ્રોડ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

પોલીસ અને સાયબર નિષ્ણાતોએ પણ લોકોને અપીલ કરી છે કે અજાણ્યા લિંક પર ક્લિક ન કરે, કોઈપણ દંડ ભરતાં પહેલાં સત્તાવાર એપ અથવા વેબસાઇટ પરથી ચોક્કસ તપાસ કરી લે અને શંકાસ્પદ મેસેજ મળ્યા પર તાત્કાલિક પોલીસ અથવા સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક કરે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments