Google search engine
HomeGujaratDevbhumi Dwarkaદ્વારકામાં હવે દર મહિનાના પહેલા અને ત્રીજા ગુરુવારે મળશે માનસિક રોગના નિષ્ણાત...

દ્વારકામાં હવે દર મહિનાના પહેલા અને ત્રીજા ગુરુવારે મળશે માનસિક રોગના નિષ્ણાત ડૉ. જગદીશ વારોતરીયા નો વીઝીટીંગ કેમ્પ

દ્વારકાવાસીઓ માટે આરોગ્ય ક્ષેત્રે એક રાહતના સમાચાર છે. હવે આપણા શહેર દ્વારકામાં માનસિક સ્વાસ્થ્યને લગતી સેવાઓ ઘરઆંગણે મળી રહેશે. ખંભાળિયાની જાણીતી મનોસ્પર્શ હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર હવે નિયમિતપણે દ્વારકામાં પોતાની સેવાઓ આપશે.
જાણીતા ન્યૂરો સાઈકિયાટ્રિસ્ટ (મનોચિકિત્સક) ડૉ. જગદીશ વારોતરીયા (M.D.) હવેથી દર મહિનાના પહેલા અને ત્રીજા ગુરુવારે દ્વારકામાં ઉપલબ્ધ રહેશે. આગામી મુલાકાત તારીખ 01/01/2026, ગુરુવાર ના રોજ યોજાશે.
આ કેમ્પમાં માનસિક બીમારીઓનું સચોટ નિદાન અને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં આવશે. દર્દીઓ સવારે 11:00 થી બપોરે 01:00 વાગ્યા સુધી આ સેવાનો લાભ લઈ શકશે.
સ્થળ:
વ્રજ હોસ્પિટલ,
નાયરા પેટ્રોલ પંપ પાસે, સનાતન રોડ, દ્વારકા – 361335.
વધુ માહિતી અથવા એપોઈન્ટમેન્ટ માટે સંપર્ક કરો: +91 90236 19010
આ સુવિધા શરૂ થવાથી દર્દીઓને નિદાન માટે બહારગામ જવાની જરૂર રહેશે નહીં અને ઘરઆંગણે જ નિષ્ણાત ડૉક્ટરની સેવા મળી રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments