દ્વારકા માટે આજે બેવડી ખુશીનો અવસર છે. દ્વારકાના લોકપ્રિય અને કર્તવ્યનિષ્ઠ પ્રાંત અધિકારી લેફ્ટનન્ટ કર્નલ અમોલ આવટેને ભારતીય સેનામાં તેમના શાનદાર પ્રદર્શન અને સેવાના ભાગરૂપે બઢતી (પ્રમોશન) આપવામાં આવી છે. સામાન્ય રીતે પ્રમોશન સાથે અધિકારીઓની બદલી થતી હોય છે, પરંતુ દ્વારકાવાસીઓ માટે રાહતના સમાચાર એ છે કે લેફ્ટનન્ટ કર્નલ અમોલ આવટે બઢતી બાદ પણ દ્વારકામાં જ પોતાની સેવાઓ ચાલુ રાખશે.
લેફ્ટનન્ટ કર્નલ અમોલ આવટે પોતાની આગવી કાર્યશૈલી અને વહીવટી કુશળતા માટે જાણીતા છે. દ્વારકાના વહીવટી તંત્રમાં તેમણે અનેક સુધારાત્મક પગલાં લીધા છે અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમના પ્રમોશનના સમાચાર મળતા જ સરકારી વિભાગો અને દ્વારકાના નાગરિકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. બઢતી સાથે હાલની જગ્યાએ જ તેમની નિમણૂક યથાવત રહેતા, દ્વારકાના વિકાસ કાર્યોને વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
દ્વારકા માટે ગૌરવની ક્ષણ: જાંબાઝ પ્રાંત અધિકારી લેફ્ટનન્ટ કર્નલ અમોલ આવટેને બઢતી, છતાં દ્વારકામાં જ સેવાઓ રહેશે યથાવત
RELATED ARTICLES


