Google search engine
HomeGujaratDevbhumi Dwarkaદેવભૂમિ દ્વારકા: પોલીસ બેડામાં મોટા ફેરફાર, જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા...

દેવભૂમિ દ્વારકા: પોલીસ બેડામાં મોટા ફેરફાર, જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા 2 PI અને 3 PSI ની બદલીના આદેશ

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્રમાં ફરી એકવાર મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના હેતુસર આંતરિક બદલીઓનો દોર શરૂ કરવામાં આવ્યો છે, જેમાં 2 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને 3 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે.

આ બદલીઓમાં કલ્યાણપુર પોલીસ સ્ટેશનના PI શ્રી ટી.સી. પટેલને દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં મૂકવામાં આવ્યા છે, જ્યારે બેટ દ્વારકાના PI શ્રી કે.એસ. પટેલની બદલી લિવ રિઝર્વમાં કરવામાં આવી છે. આ ઉપરાંત, દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI શ્રી કે.કે. મારૂને હવે બેટ દ્વારકા ખાતે ફરજ સોંપવામાં આવી છે.

વધુમાં, PSI શ્રી આર.એચ. સૂવાની બદલી વાડીનાર મરીન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી છે, જ્યારે વાડીનાર મરીન પોલીસ સ્ટેશનના PSI શ્રી એમ.આર. સવસેતાને કલ્યાણપુર પોલીસ સ્ટેશનનો હવાલો સોંપવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવેલી આ બદલીઓને પગલે પોલીસ બેડામાં ચર્ચાનો દોર શરૂ થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments