Google search engine
HomeGujaratDevbhumi Dwarkaદ્વારકા પોલીસ સ્ટેશનની ગરિમા લજવાઈ: પ્રતિબંધિત બ્લેક ફિલ્મવાળી કાર પોલીસ મથકમાંથી જ...

દ્વારકા પોલીસ સ્ટેશનની ગરિમા લજવાઈ: પ્રતિબંધિત બ્લેક ફિલ્મવાળી કાર પોલીસ મથકમાંથી જ નીકળતા કાયદાના લીરેલીરા!

કાયદાનું રક્ષણ કરનારા જ જ્યારે કાયદાનો ભંગ કરે ત્યારે સામાન્ય પ્રજા કોની પાસે અપેક્ષા રાખે? દેવભૂમિ દ્વારકામાં હાલ એક એવો વીડિયો વાયરલ થયો છે જેણે પોલીસતંત્રની કામગીરી અને નૈતિકતા સામે ગંભીર અને શરમજનક સવાલો ઉભા કર્યા છે. સુપ્રીમ કોર્ટના કડક આદેશ મુજબ વાહનો પર બ્લેક ફિલ્મ (કાળા કાચ) લગાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે, છતાં દ્વારકા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાંથી જ એક બ્લેક ફિલ્મવાળી સ્કોર્પિયો કાર રાજશાહી ઠાઠથી બહાર નીકળતી કેમેરામાં કેદ થઈ છે.
આ દ્રશ્ય જોયા બાદ નગરજનોમાં ફિટકારની લાગણી વ્યાપી ગઈ છે. સામાન્ય નાગરિક જો ભૂલથી પણ નિયમ તોડે તો પોલીસ કાયદાનો પાઠ ભણાવી મેમો પકડાવી દે છે, પરંતુ પોલીસ સ્ટેશનની અંદર જ ખુલ્લેઆમ નિયમોના ધજાગરા ઉડતા હોય તો તેને રોકવાવાળું કોઈ નથી? આ ઘટના પોલીસ વિભાગ માટે અત્યંત શરમજનક બાબત છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે શું કાયદો માત્ર ગરીબ અને મધ્યમ વર્ગ માટે જ સીમિત છે? “વાડ જ ચીભડાં ગળે” તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે જોવું એ રહ્યું કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને જિલ્લા પોલીસ વડા (SP) આ શરમજનક ઘટનાની નોંધ લઈ જવાબદારો સામે કોઈ દાખલારૂપ કાર્યવાહી કરશે કે પછી ‘પોલીસની ગાડી’ ગણીને ભીનું સંકેલી લેવામાં આવશે?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments