દ્વારકા પોલીસ વિભાગ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નિમિષભાઈ લખમણભાઈ સોરઠીયાએ દ્વારકા જિલ્લામાં E-Gujcop તથા ગુનહાની ઓનલાઇન કામગીરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ રેન્ક પ્રાપ્ત કરી છે.
તેમની આ પ્રશંસનીય કામગીરી બદલ આઈ.જી. સાહેબ દ્વારા નિમિષભાઈ સોરઠીયાને પ્રસંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. E-Gujcop અને ગુનહાની ઓનલાઇન સિસ્ટમના અસરકારક અમલ દ્વારા તેમણે પોલીસ કામગીરીને વધુ પારદર્શક, ઝડપી અને જનતા માટે ઉપયોગી બનાવી છે.
નિમિષભાઈની મહેનત, નિષ્ઠા અને ટેકનોલોજી પ્રત્યેની સમજણને કારણે દ્વારકા જિલ્લા પોલીસની પ્રતિષ્ઠામાં વધારો થયો છે. તેમની આ સિદ્ધિ અન્ય પોલીસ કર્મચારીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. દ્વારકા પોલીસ પરિવાર તેમજ જિલ્લાના નાગરિકોએ તેમની આ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે.


