યાત્રાધામ દ્વારકામાં ૩૧ ડિસેમ્બરની ઉજવણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે દ્વારકા પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વર્ષે પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
દ્વારકા પોલીસ દ્વારા શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારો, ભીડભાડવાળી જગ્યાઓ અને પ્રવાસન સ્થળો પર ડ્રોન કેમેરા દ્વારા ખાસ એરિયલ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાનો અને નાગરિકો તેમજ યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. પોલીસની આ સતર્કતા અને આધુનિક અભિગમને કારણે શહેરીજનો અને પ્રવાસીઓમાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે. તહેવારના માહોલમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ ખડેપગે કાર્યરત છે.
દ્વારકા પોલીસની સરાહનીય કામગીરી: ૩૧ ડિસેમ્બરની ઉજવણી ટાણે ડ્રોનથી બાજ નજર
RELATED ARTICLES


