આવતીકાલે દ્વારકા નગરીમાં એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક ઘટના આકાર લેવા જઈ રહી છે. ભગવાન શ્રી દ્વારકાધીશ પર આધારિત અને સ્વયં દ્વારકાની પવિત્ર ગલીઓમાં જ જેનું શૂટિંગ સંપન્ન થયું છે, તેવી ૧૦૦ કરોડના જંગી બજેટ સાથે બનેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘લાલો’ તેના મૂળ સ્થાને પરત ફરી રહી છે.
આ ફિલ્મનું ભવ્ય પ્રદર્શન આવતીકાલે દ્વારકાના પ્રસિદ્ધ કીર્તિ સ્તંભ ખાતે યોજાશે, જે આ ‘લાલોત્સવ’નો સાક્ષી બનશે. ફિલ્મ નિર્માણની ભવ્યતા અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધાનો સમન્વય આ ઈવેન્ટમાં જોવા મળશે. દ્વારકાવાસીઓ અને ભક્તો માટે આ ક્ષણ ગૌરવ અને આનંદની બની રહેશે, કારણ કે તેમના પોતાના શહેરની ગરિમાને મોટા પડદા પર કંડારવામાં આવી છે. આ કાર્યક્રમ માત્ર એક ફિલ્મ પ્રીમિયર નથી, પરંતુ દ્વારકાની સંસ્કૃતિ અને ભક્તિનો ઉત્સવ છે.
દ્વારકામાં ડબલ ધમાકો: ૧૦૦ કરોડની ફિલ્મ ‘લાલો’નું સ્ક્રીનિંગ કીર્તિ સ્તંભ પર!
RELATED ARTICLES


