Google search engine
HomeGujaratDevbhumi Dwarkaદ્વારકા જગતમંદિરના નવા પી.આઈ. તરીકે તુષાર પટેલની વરણી: જિલ્લા પોલીસ વડા દ્વારા...

દ્વારકા જગતમંદિરના નવા પી.આઈ. તરીકે તુષાર પટેલની વરણી: જિલ્લા પોલીસ વડા દ્વારા મહત્વપૂર્ણ નિમણૂક

દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ જગતમંદિરની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા શ્રી જયરાજસિંહ વાળા દ્વારા દ્વારકાધીશ જગતમંદિરના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) તરીકે તુષાર પટેલની નિમણૂક કરવામાં આવી છે.

દ્વારકાનું જગતમંદિર દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર હોવાથી અહીં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અત્યંત આવશ્યક છે. આ જવાબદારી હવે નવનિયુક્ત પી.આઈ. શ્રી તુષાર પટેલ સંભાળશે. જિલ્લા પોલીસ વડાના આ આદેશ બાદ તેમણે વિધિવત રીતે પોતાની કામગીરી સંભાળી લીધી હોવાનું જાણવા મળ્યું છે. તહેવારો અને ભીડભાડ વાળા દિવસોમાં મંદિર પરિસરમાં યાત્રિકોની સુરક્ષા અને સુવિધા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ હંમેશા સતર્ક રહે છે, ત્યારે આ નવી નિમણૂકથી મંદિર સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments