દ્વારકાના ખારા તળાવ રોડ પર ચાલી રહેલી ગેરકાયદે હોટલ વિરુદ્ધ 11 મહિના બાદ પણ કાર્યવાહી ન થતાં હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી.
દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારના ખારા તળાવ રોડ પર લગભગ 4,000 ફૂટ વિસ્તારમાં દબાણ કરી ગેરકાયદેસર રીતે ધમધમતી હોટલ વિરુદ્ધ એક અરજદાર તથા સ્થાનિકોએ અનેક રજૂઆતો કર્યા પછી પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં ન આવતા હવે આ મુદ્દે હાઈકોર્ટનું શરણું લેવાની તૈયારી થઈ રહી છે.

ઉક્ત સ્થળે ચલાતી હોટેલ ‘રિજેન્ટા’, જે ફ્લ્યુટ હોસ્પિટાલીટી પ્રા. લિ. અંતર્ગત સંચાલિત છે, તેના ગેરકાયદેસર દબાણ અંગે અરજદાર જયંત માપભા માણેક દ્વારા પ્રાંત અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી. ઉપરાંત નરસંગ ટેકરી વિસ્તાર અને આસપાસના રહેવાસીઓએ પણ વારંવાર તંત્રને જાણ કરી હતી.
આ રજૂઆતો બાદ 18/01/2025ના રોજ પ્રાંત અધિકારીએ દબાણ 22/01/2025 સુધીમાં દૂર કરવાની નોટિસ ફલ્યુટ હોસ્પિટાલીટીના અશોકકુમાર ભવરલાલ ધૂતને પાઠવી હતી. ત્યારબાદ ધૂતે પણ પાંચ દિવસમાં દબાણ હટાવી દેવાની લેખિત બાંહેધરી આપી હતી.
પરંતુ હકીકતમાં—
માત્ર એક દિવાલ હટાવામાં આવી છે,
બાકીના સમગ્ર ગેરકાયદે દબાણ યથાવત જ છે.
અલ્ટીમેટમ પૂરો થયા બાદ 11 મહિના વીતી ગયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ સખત કાર્યવાહી ન થતાં શહેરમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. હવે આ મુદ્દે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાની તજવીજ ઝડપી ગતિએ ચાલી રહી હોવાની માહિતી મળી છે.