Google search engine
HomeGujaratDevbhumi Dwarkaએશિયાના ફલક પર દેવભૂમિનો ડંકો: દ્વારકાની બે હોટેલ્સને આંતરરાષ્ટ્રીય સન્માન

એશિયાના ફલક પર દેવભૂમિનો ડંકો: દ્વારકાની બે હોટેલ્સને આંતરરાષ્ટ્રીય સન્માન

યાત્રાધામ દ્વારકા માત્ર ધાર્મિક જ નહીં પરંતુ હવે હોસ્પિટાલિટી ક્ષેત્રે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી રહ્યું છે. તાજેતરમાં એશિયા કક્ષાએ યોજાયેલા પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહમાં દેવભૂમિ દ્વારકાનો ડંકો વાગ્યો છે. દ્વારકાની જાણીતી ‘ધ ગ્રાન્ડ લઘુકારા’ અને ‘હોલીડે આઈકોન’ હોટેલે શ્રેષ્ઠ સેવા અને સ્વાદ માટે પ્રતિષ્ઠિત એવોર્ડ્સ જીતીને શહેરનું ગૌરવ વધાર્યું છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે મળેલી આ સિદ્ધિ દ્વારકાના પ્રવાસન ઉદ્યોગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. યાત્રાળુઓને અપાતી શ્રેષ્ઠ સુવિધાઓ અને સ્વાદિષ્ટ ભોજન માટે આ બંને હોટેલ્સની પસંદગી કરવામાં આવી હતી. હાલમાં આ સફળ વ્યવસ્થાપન અને હોટેલનું સંચાલન ચિરાગભાઈ રાજપોપટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમની આગેવાની હેઠળ આ હોટેલ્સે વૈશ્વિક ફલક પર કાઠું કાઢ્યું છે. આ સન્માનથી દ્વારકાના સ્થાનિક વેપાર અને પર્યટનને પણ નવો વેગ મળવાની આશા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments