દ્વારકાવાસીઓ માટે તબીબી સેવાના ભાગરૂપે એક નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી – દ્વારકા, શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ – રાજકોટ અને માતુશ્રી મોંઘીબેન હ.વિ.ગો.મે. ચે. ટ્રસ્ટ – દ્વારકાના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ ને સોમવારના રોજ ‘૧૨૦મો નેત્રયજ્ઞ’ યોજાશે. આ કેમ્પ સવારે ૯:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી કચ્છી સમાજ ભવન, રામેરામ ધર્મશાળા પાસે, ગોમતી રોડ, દ્વારકા ખાતે રાખવામાં આવ્યો છે.
આ સેવા યજ્ઞમાં રાજકોટની શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના નિષ્ણાત આંખના ડોકટરોની ટીમ સેવા આપશે. કેમ્પમાં આવનાર દર્દીઓનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવશે અને જરૂરિયાતમંદોને દવાઓ પણ મફત આપવામાં આવશે. વિશેષમાં, જે દર્દીઓને મોતીયાના ઓપરેશનની જરૂર જણાશે, તેમને તે જ દિવસે રાજકોટ લઈ જવામાં આવશે. ત્યાં આધુનિક ફેકો મશીન દ્વારા વિનામૂલ્યે ઓપરેશન કરી, નેત્રમણી બેસાડવામાં આવશે. દર્દીઓ માટે રાજકોટ આવવા-જવા, રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા નિઃશુલ્ક કરવામાં આવી છે.
જાહેર જનતાએ નોંધ લેવી કે આ કેમ્પમાં ચશ્માના નંબર કાઢી આપવામાં આવશે નહીં. દર્દીઓએ પોતાનું નામ કેમ્પના દિવસે જ સ્થળ પર સવારે ૯:૦૦ થી ૧૦:૩૦ દરમિયાન નોંધાવવાનું રહેશે. આ કેમ્પનો લાભ લેવા માટે આયોજકો દ્વારા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો:
શ્રી અશ્વિનભાઈ સી. ગોકાણી (દ્વારકા) – ૯૮૭૯૧૭૭૧૪૦
શ્રી દિલીપભાઈ કોટેચા (મીઠાપુર) – ૯૮૨૪૨૩૮૧૬૩
શ્રી હસમુખભાઈ કાનાણી (સુરજકરાડી) – ૮૧૨૮૫૯૫૯૫૬
વોલેન્ટીયર શ્રી પ્રફુલભાઈ પાઉ – ૬૩૫૨૪૯૮૦૧૭
શ્રી ભાવેશભાઈ શુકલ (દ્વારકા) – ૯૯૦૪૭૨૭૩૪૭


