Google search engine
HomeGujaratDevbhumi Dwarkaદેવભૂમિ દ્વારકા જિલ્લામાં Voter List Revision Deadline લંબાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો...

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં Voter List Revision Deadline લંબાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હવે વધુ સમય ચાલશે. ચૂંટણી તંત્ર દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ભારતના ચૂંટણી પંચે SIR ઝુંબેશ હેઠળ ગણતરીનો તબક્કો અને ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ કરવાની તારીખોમાં વધારો કર્યો છે. દેવભૂમિ દ્વારકા સહિત ગુજરાતના મતદારો હવે 14 ડિસેમ્બર સુધી વિગતો ચકાસી શકે છે અને 19 ડિસેમ્બરે ડ્રાફ્ટ યાદી પ્રકાશિત થશે.
ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલી વિશેષ સઘન સુધારણા ઝુંબેશ (SIR) માટે સમયમર્યાદામાં વધારો કર્યો છે. રાજ્યમાં 27 ઓક્ટોબર, 2025થી પ્રારંભ થયેલી આ ઝુંબેશ અંતર્ગત દેવભૂમિ દ્વારકામાં ગણતરીનો તબક્કો હવે 14 ડિસેમ્બર, 2025 સુધી ચાલુ રહેશે.


ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલી રહેલી વિશેષ સઘન સુધારણા ઝુંબેશ (SIR) માટે સમયમર્યાદામાં વધારો કર્યો છે. રાજ્યમાં 27 ઓક્ટોબર, 2025થી પ્રારંભ થયેલી આ ઝુંબેશ અંતર્ગત દેવભૂમિ દ્વારકામાં ગણતરીનો તબક્કો હવે 14 ડિસેમ્બર, 2025 સુધી ચાલુ રહેશે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સુધારેલા આયોજન મુજબ ડ્રાફ્ટ મતદારયાદી 19 ડિસેમ્બર, 2025ના રોજ પ્રકાશિત કરવામાં આવશે. ગુજરાત ઉપરાંત તમિલનાડુ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંદમાન-નિકોબાર તથા ઉત્તરપ્રદેશમાં પણ આ તબક્કાઓની સમયમર્યાદા વધારવામાં આવી છે.

મતદાર યાદીમાં કોઈપણ યોગ્યતા ધરાવતા મતદારનું નામ બાકી ન રહી જાય તે માટે, મતદારો ફોર્મ–6 ભરીને જરૂરી દસ્તાવેજો BLOને સોંપી શકે છે અથવા ECINet તથા https://voters.eci.gov.in/ વેબસાઇટ મારફતે નામ ઉમેરવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. આ પ્રક્રિયા દ્વારા મતદારો પોતાનું નામ ફેબ્રુઆરી 2026માં પ્રકાશિત થનારી આખરી મતદારયાદીમાં સુનિશ્ચિત કરી શકશે.


“પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments