રાજુજોશી નામથી પત્રકારત્વની શરૂઆત કરનાર અને આજે દેવભૂમિ દ્વારકા ખાતે Aajtak ન્યૂઝ ચેનલના નિડર તથા સક્રિય રિપોર્ટર તરીકે ઓળખાતા રાજુભાઈ જોષી (રજનીકાંત જોષી)નો આજે જન્મદિવસ ઉજવાઈ રહ્યો છે.
સત્યનિષ્ઠ અને નિર્ભય પત્રકારત્વ દ્વારા સમાજને સચોટ, સમયસર અને વિશ્વસનીય માહિતી પહોંચાડવામાં રાજુભાઈ જોષીનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. સ્થાનિક પ્રશ્નોથી લઈને જનહિતના મુદ્દાઓ સુધી, તેમણે હંમેશા સત્યનો અવાજ બનીને પત્રકારત્વની જવાબદારી નિભાવી છે.
જન્મદિવસના શુભ અવસરે ભગવાન દ્વારકાધીશ પાસે એવી પ્રાર્થના કરવામાં આવી છે કે તેઓ હંમેશા આરોગ્યવાન રહે, તેમના જીવનમાં સતત સફળતા અને યશ મળે તથા તેઓ સમાજ માટે સત્યનિષ્ઠ પત્રકારત્વ દ્વારા સેવા આપતા રહે.
દેવભૂમિ દ્વારકાના પત્રકાર જગત અને શુભેચ્છકો તરફથી રાજુભાઈ જોષીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.


