Google search engine
HomeGujaratDevbhumi Dwarkaભાવનગરના 'સિંહબાળો'ની ઐતિહાસિક સિદ્ધિ: સ્કેટિંગ કરીને 425 કિ.મી. કાપી પહોંચ્યા દ્વારકા, વર્લ્ડ...

ભાવનગરના ‘સિંહબાળો’ની ઐતિહાસિક સિદ્ધિ: સ્કેટિંગ કરીને 425 કિ.મી. કાપી પહોંચ્યા દ્વારકા, વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું!

ભાવનગરના લાયન સ્કેટિંગ ક્લબના 21 સાહસિક બાળકોએ અદભૂત સિદ્ધિ હાંસલ કરી છે. 6 થી 15 વર્ષની વયના આ બાળકોએ સ્કેટિંગ કરીને ભાવનગરથી દ્વારકા સુધીનું 425 કિલોમીટરનું કપરું અંતર માત્ર 4 દિવસમાં પૂર્ણ કર્યું છે. તેમની આ અનોખી સિદ્ધિ બદલ તેમના નામ ‘ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ’ અને ‘વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ એક્સેલન્સ’માં સુવર્ણ અક્ષરે અંકિત કરવામાં આવશે.
આ ઐતિહાસિક યાત્રાનો પ્રારંભ 25 ડિસેમ્બર, 2025ના રોજ ભાવનગરના નીલમબાગ ખાતેથી થયો હતો. સતત ચાર દિવસના પરિશ્રમ અને મક્કમ મનોબળ સાથે, આ 20 બાળકો અને 1 બાળકીનું જૂથ 28 ડિસેમ્બરની બપોરે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવવા પહોંચ્યું હતું. રસ્તામાં ઠેર-ઠેર ગ્રામજનો અને આગેવાનો દ્વારા આ બાળકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેણે તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
આ સાહસિક યાત્રાનો મુખ્ય હેતુ આજની યુવા પેઢીને મોબાઈલના વળગણ અને વ્યસનોથી દૂર રાખીને રમતગમત પ્રત્યે જાગૃત કરવાનો હતો. આ બાળકોએ માત્ર પોતાના પરિવાર કે ભાવનગરનું જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને ભારતનું નામ વિશ્વસ્તરે રોશન કર્યું છે. ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ સાથે પૂર્ણ થયેલી આ યાત્રા સમાજ માટે એક પ્રેરણારૂપ ઉદાહરણ બની રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments