Google search engine
HomeGujaratDevbhumi Dwarkaભથાણ ચોકમાં દરરોજ પાર્કિંગનો બેફામ ભરડો: ત્રણ લાઈન પાર્કિંગથી દુકાનદારો અને લોકોને...

ભથાણ ચોકમાં દરરોજ પાર્કિંગનો બેફામ ભરડો: ત્રણ લાઈન પાર્કિંગથી દુકાનદારો અને લોકોને હાલાકી

ભથાણ ચોક ખાતે ફોર વ્હીલર અને બેવડી પાર્કિંગ લાઈનથી રસ્તો સાંકડો બન્યો; દુકાનદારોને દુકાન ખોલવી મુશ્કેલ અને ત્રણેય લાઈનમાં પાર્ક કરેલા વાહનોમાં ડ્રાઈવર ગેરહાજર.


ભથાણ ચોકમાં છેલ્લા કેટલાક સમયથી પાર્કિંગનો બેફામ ભરડો જોવા મળી રહ્યો છે. રોડની બન્ને બાજુ ફોર વ્હીલર પાર્ક કરાતા અને સાથે જ એક વધારાની લાઈન બાજુમાં ઉભી થવાથી કુલ ત્રણ લાઈન પાર્કિંગ બની જાય છે, જ્યારે વચ્ચે ચાલવા માટે માત્ર સાંકડું રસ્તું જ બાકી રહે છે.

ફોટો નંબર ૧નું વર્ણન:
દુકાન આગળ જ ગેરકાયદેસર પાર્કિંગને કારણે દુકાન ખોલવી કે બંધ રાખવી— એવો પ્રશ્ન ઉભો થયો છે.
દુકાનદારોનું કહેવું છે કે આ સ્થિતિમાં વેપાર કરવો મુશ્કેલ બની ગયો છે

ફોટો નંબર ૨નું વર્ણન:
ભથાણ ચોકની ત્રણેય લાઈનમાં ઊભેલા વાહનોમાં એકપણ વાહનમાં ડ્રાઈવર હાજર નથી.
આ કારણે નાના વાહનો તો દૂર, એંબ્યુલન્સ કે ફાયર સેવા જેવી આકસ્મિક સેવા પણ પસાર થવામાં મુશ્કેલી અનુભવતી હોવાની સ્થાનિકોની ફરિયાદ છે.

સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ તાત્કાલિક ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાને કાર્યવાહી કરવાની માંગ કરી છે જેથી આ ગેરવ્યવસ્થા પર નિયંત્રણ મળે અને માર્ગ ફરીથી સ્વચ્છ અને સરળતાથી ઉપયોગમાં આવી શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments