દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં પોલીસે નકલી તમાકુના વેપલાનો પર્દાફાશ કર્યો છે. ભાણવડના ત્રણ પાટીયા વિસ્તારમાં આવેલી આશાપુરા હોટલ પાસેથી પોલીસે બાતમીના આધારે એક શંકાસ્પદ શખ્સને અટકાયતમાં લીધો હતો.
પોલીસ તપાસ દરમિયાન આ શખ્સ પોરબંદરનો હોવાનું સામે આવ્યું છે. તેની પાસેથી પ્રખ્યાત બ્રાન્ડ ‘બાગબાન’ના નામે વેચવામાં આવતી નકલી તમાકુના 200 જેટલા ડબ્બા મળી આવ્યા હતા. આ જથ્થાની કુલ કિંમત રૂપિયા 65,000 આંકવામાં આવી છે. બજારમાં જાણીતી બ્રાન્ડની આડમાં ડુપ્લિકેટ માલ વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા આ કૌભાંડને પોલીસે નિષ્ફળ બનાવ્યું છે.
ભાણવડ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ નકલી જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
ભાણવડમાં નકલી ‘બાગબાન’ તમાકુનું કૌભાંડ ઝડપાયું: 65,000ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ
RELATED ARTICLES


