Google search engine
HomeGujaratDevbhumi Dwarkaધનુર્માસ દરમિયાન બેટ દ્વારકાના શ્રી દ્વારકાધીશજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર

ધનુર્માસ દરમિયાન બેટ દ્વારકાના શ્રી દ્વારકાધીશજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર

યાત્રાધામ બેટ દ્વારકા ખાતે સ્થિત શ્રી દ્વારકાધીશજીના મંદિર દ્વારા આગામી ધનુર્માસ–૨૦૨૫ના અનુસંધાને ભક્તોની સુવિધા અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દર્શન ક્રમમાં મહત્વપૂર્ણ ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ વિવિધ તારીખોએ દર્શન સમય અલગ-अलग રહેશે.

મંદિર વહીવટીતંત્રએ તમામ વૈષ્ણવ ભક્તોને સૂચના આપી છે કે તેઓ દર્શન માટે આવતાં પહેલા નક્કી કરેલા સમયપત્રકનું પાલન કરે. ૧૪ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ સવારે ૭:૩૦ થી બપોરે ૧૨:૩૦ સુધી અને સાંજે ૪:૦૦ થી ૭:૦૦ વાગ્યા સુધી દર્શન રહેશે.

તા. ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ થી તા. ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન સવારે ૭:૦૦ થી બપોરે ૧૨:૦૦ અને સાંજે ૪:૦૦ થી ૭:૦૦ વાગ્યા સુધી દર્શન મળશે. ત્યારબાદ ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ સવારે ૭:૦૦ થી બપોરે ૧૨:૦૦ અને સાંજે ૩:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી દર્શન રહેશે.

નવા વર્ષની શરૂઆત સાથે ૧ જાન્યુઆરીથી સવારે ૬:૦૦ થી ૧૧:૦૦ અને સાંજે ૩:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી દર્શન વ્યવસ્થા રહેશે. ૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સવારે ૬:૦૦ થી ૧૧:૦૦ તથા સાંજે ૪:૦૦ થી ૭:૦૦ વાગ્યા સુધી દર્શન મળશે.

આ ઉપરાંત તા. ૩ જાન્યુઆરી ૨૦૨૬ થી તા. ૧૩ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન સવારે ૭:૦૦ થી બપોરે ૧૨:૦૦ અને સાંજે ૪:૦૦ થી ૭:૦૦ વાગ્યા સુધી દર્શન વ્યવસ્થા રહેશે. મંદિર ટ્રસ્ટે નોંધમાં જણાવ્યું છે કે તા. ૧૪ જાન્યુઆરી ૨૦૨૬થી શ્રી ઠાકોરજીના દર્શન ક્રમ ફરીથી રાબેતા મુજબ ચાલુ રહેશે.

ભક્તોને અપીલ કરવામાં આવી છે કે દર્શન માટે આયોજનબદ્ધ રીતે આવીને મંદિરની શાંતિ અને વ્યવસ્થાને સહકાર આપે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments