Google search engine
HomeGujaratDevbhumi Dwarkaશ્રેષ્ઠ આચાર્ય એવોર્ડથી દ્વારકા ની પ્રિન્સિપાલ મીનાક્ષી ઠાકરનું સન્માન

શ્રેષ્ઠ આચાર્ય એવોર્ડથી દ્વારકા ની પ્રિન્સિપાલ મીનાક્ષી ઠાકરનું સન્માન

નવી દિલ્હી સ્થિત AISPA અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ ગુજરાતના સંયુક્ત ઉપક્રમ હેઠળ રાજકોટના ગાર્ડી વિદ્યાપીઠ ખાતે યોજાયેલ સમારોહમાં દ્વારકા ની પ્રિન્સિપાલ શ્રીમતી મીનાક્ષી ઠાકરને શિક્ષણ ક્ષેત્રે વિશેષ યોગદાન બદલ શ્રેષ્ઠ આચાર્ય એવોર્ડ એનાયત થયો.

ગુજારતના રાજકોટ-કાલાવડ હાઇવે પર સ્થિત ગાર્ડી વિદ્યાપીઠ ખાતે 29 નવેમ્બર 2025ના રોજ ઓલ ઈન્ડિયા સ્કૂલ પ્રાઈવેટ એસોસિએશન (AISPA), નવી દિલ્હી અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ ગુજરાત દ્વારા શ્રેષ્ઠ આચાર્ય એવોર્ડ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યભરમાંથી શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનાર આચાર્યોનું સન્માન કરવામાં આવ્યું.

આ અવસરે દ્વારકા સ્થિત ડી.એન.પી. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની પ્રિન્સિપાલ શ્રીમતી મીનાક્ષી જે. ઠાકરને તેમની સક્રિય શિક્ષણ સેવા, સુવ્યવસ્થિત સંચાલન અને વિદ્યાર્થી વિકાસમાં નોંધપાત્ર યોગદાન બદલ શ્રેષ્ઠ આચાર્ય એવોર્ડથી નવાજવામાં આવ્યા. પુરસ્કાર એમ. પી. પુરુષોત્તમભાઈ રૂપાલા, ભૂતપૂર્વ કેબીનેટ મંત્રી, તેમજ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ ગુજરાતના ચેરમેન ભરતભાઈ ગાજીપરા, AISPA ડિરેક્ટર શ્રી શિજુ ઓગસ્ટિન અને શ્રી ડી.વી. મહેતાના હસ્તે પ્રદાન કરાયો.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજકોટના DEO દીક્ષિત પટેલ, ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી સહિત સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.
આ સન્માનથી જિલ્લાની શિક્ષણ જગતમાં ઉત્સાહની લહેર જોવા મળી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments