Google search engine
HomeGujaratDevbhumi Dwarkaબાબરાનું ગૌરવ: પી.એન. પટેલને DySP તરીકે બઢતી, દ્વારકા PI હવે કરજણના DySP!

બાબરાનું ગૌરવ: પી.એન. પટેલને DySP તરીકે બઢતી, દ્વારકા PI હવે કરજણના DySP!

અમરેલી જિલ્લાના બાબરા તાલુકા માટે એક ગૌરવવંતા સમાચાર સામે આવ્યા છે. બાબરાના ચરખા ગામના વતની અને પોલીસ વિભાગમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પી.એન. પટેલને DySP (નાયબ પોલીસ અધિક્ષક) તરીકે બઢતી આપવામાં આવી છે.
પી.એન. પટેલ, જેમનું પૂરું નામ પ્રવીણભાઈ નારણભાઈ રાખોલિયા છે, તેઓ અગાઉ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા પોલીસ સ્ટેશનમાં PI (પોલીસ ઇન્સ્પેક્ટર) તરીકે કાર્યરત હતા. પોતાની ઉત્કૃષ્ટ કામગીરીને પગલે તેમને બઢતી આપીને હવે કરજણ ખાતે DySP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ સમાચાર મળતાની સાથે જ બાબરા તાલુકા અને તેમના વતન ચરખા ગામમાં ખુશીની લહેર દોડી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, નવનિયુક્ત DySP પી.એન. પટેલ બાબરા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી અશોકભાઈ રાખોલિયાના નાના ભાઈ છે, જેના કારણે તેમના પરિવારમાં પણ દિવાળી જેવો માહોલ સર્જાયો છે.
બાબરા નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઈ કરકર સહિતના સ્થાનિક અગ્રણીઓએ પી.એન. પટેલને આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. પ્રવીણભાઈ કરકરે જણાવ્યું હતું કે, પોલીસ બેડામાં આવી ઉચ્ચ જવાબદારી મળવી એ સમગ્ર તાલુકા માટે ગૌરવની બાબત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments