Google search engine
HomeGujaratDevbhumi Dwarkaઆરંભડા વિસ્તારમાં ગેરકાયદેસર મોબાઈલ ટાવર સામે ઉગ્ર વિરોધ, સ્થાનિક પ્રતિનિધિઓ મેદાનમાં

આરંભડા વિસ્તારમાં ગેરકાયદેસર મોબાઈલ ટાવર સામે ઉગ્ર વિરોધ, સ્થાનિક પ્રતિનિધિઓ મેદાનમાં

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નગરપાલિકા વિસ્તારમાં આવેલ આરંભડા વિસ્તારની વોર્ડ નંબર ૧, જય અંબે સોસાયટીમાં ગેરકાયદેસર રીતે મોબાઈલ ટાવર સ્થાપનનું કામ શરૂ થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. યોગ્ય પરવાનગી અને નિયમોનું પાલન કર્યા વિના ટાવરનું કામ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

આ મુદ્દે વોર્ડ નંબર ૧ના નગરપાલિકાના સદસ્યો તથા સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિરોધ દરમિયાન ભાસ્કરભાઈ મોદી, નવીનભાઈ ગોહેલ, સુરેશભાઈ ગોહીલ તથા અજય જટાણીયા હાજર રહ્યા હતા અને તેમણે તાત્કાલિક કામ બંધ કરવાની માંગ ઉઠાવી હતી.

સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે ગેરકાયદેસર મોબાઈલ ટાવરથી આરોગ્ય સંબંધિત જોખમો ઉભા થઈ શકે છે તેમજ નિયમ વિરુદ્ધ બાંધકામથી ભવિષ્યમાં ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકે છે. આ બાબતે નગરપાલિકા તથા સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments