Google search engine
HomeGujaratDevbhumi Dwarkaદ્વારકાવાસીઓ માટે ખુશખબર: વ્રજ હોસ્પિટલમાં વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન

દ્વારકાવાસીઓ માટે ખુશખબર: વ્રજ હોસ્પિટલમાં વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન

દ્વારકાની જનતા માટે સ્વાસ્થ્ય ક્ષેત્રે એક આનંદના સમાચાર આવ્યા છે. દ્વારકામાં આવેલી વ્રજ હોસ્પિટલ દ્વારા તારીખ 6 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી એક ભવ્ય વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આંખના રોગોથી પીડાતા દર્દીઓ માટે આ કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થશે.
આ કેમ્પમાં આંખની સંપૂર્ણ તપાસ, નંબરની તપાસ, મોતિયાનું નિદાન તેમજ વેલ અને ઝામર જેવા આંખના અન્ય રોગોની તપાસ તદ્દન ફ્રીમાં કરી આપવામાં આવશે. દર્દીઓ આ સુવિધાનો લાભ સવારે 9:30 થી બપોરે 2:00 વાગ્યા સુધી અને સાંજે 5:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી લઈ શકશે.
કેમ્પનું સ્થળ વ્રજ હોસ્પિટલ, નાયર પેટ્રોલ પંપ પાસે, સનાતન રોડ, દ્વારકા રાખવામાં આવ્યું છે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં આંખના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે સારવાર અને માર્ગદર્શન પૂરું પાડવાનો છે. વધુ માહિતી અને નામ નોંધાવવા માટે નાગરિકો 90237 57549 નંબર પર સંપર્ક કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments