Google search engine
HomeGujaratDevbhumi Dwarkaદેવભૂમિ દ્વારકા: LCB પોલીસના દરોડાથી જુગારીઓ અને બુટલેગરોમાં ફફડાટ, ત્રણ સ્થળોએ મોટી...

દેવભૂમિ દ્વારકા: LCB પોલીસના દરોડાથી જુગારીઓ અને બુટલેગરોમાં ફફડાટ, ત્રણ સ્થળોએ મોટી કાર્યવાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. ખાસ કરીને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની બદીને ડામવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તાજેતરમાં એલ.સી.બી.ની ટીમે એક જ દિવસમાં ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડીને સપાટો બોલાવી દીધો છે, જેના કારણે જુગારીઓ અને બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, દેવભૂમિ દ્વારકા એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ દેવમુરારી અને તેમની ટીમે બાતમીના આધારે આ સફળ કામગીરી પાર પાડી હતી. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં જાહેરમાં જુગાર રમી રહેલા ૭ નબીરાઓને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ અને અન્ય સાહિત્ય મળી કુલ રૂપિયા ૧.૪૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ તમામ શખ્સો સામે જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત, ખંભાળિયાના બેરાજા ગામે પણ પોલીસે જુગાર અંગે કાર્યવાહી કરી હતી. તેમજ ભાણવડ તાલુકાના સાજડીયારી ગામમાંથી પણ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. અહીંથી પોલીસે ૫૪ બોટલ ઈંગ્લીશ દારૂ કબ્જે કર્યો હતો. એલ.સી.બી.ની આ ત્વરિત અને અસરકારક કામગીરીને કારણે જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે જિલ્લામાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments