Google search engine
HomeCrimeAXIS બેન્ક દ્વારકામાં મોટો ભ્રષ્ટાચાર! ખોટા વેલ્યુએશન રિપોર્ટથી 97 લાખની ઉચાપતનો ભંડાફોડ

AXIS બેન્ક દ્વારકામાં મોટો ભ્રષ્ટાચાર! ખોટા વેલ્યુએશન રિપોર્ટથી 97 લાખની ઉચાપતનો ભંડાફોડ

દ્વારકા AXIS બેન્કમાં નબળી ગુણવત્તાના સોનાને સારી ગુણવત્તાનું બતાવી ગોલ્ડ લોન મેળવવામાં આવી હતી. ખોટો વેલ્યુએશન રિપોર્ટ બનાવી 97 લાખથી વધુની છેતરપિંડી થયા બાદ મેનેજરે 10 વ્યક્તિઓ સામે ગંભીર ગુન્હા નોંધાવ્યા છે.

દ્વારકા શહેરની AXIS બેન્કમાં મોટું ભ્રષ્ટાચાર કાંડ સામે આવતાં ચકચાર મચી ગઈ છે. બેન્કને નબળી ગુણવત્તાવાળું સોનું વધુ કેરેટનું બતાવી ગોલ્ડ લોન મંજુર કરાવી કુલ **₹97,17,900** ની છેતરપિંડી કરાઈ હોવાનો ખુલાસો થયો છે. આ અંગે બેન્ક મેનેજર યોગેશકુમાર દિનેશચંદ્ર વાગડીયાએ કુલ 10 આરોપીઓ સામે દ્વારકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ વર્ષ 2020 થી 2021 દરમિયાન આરોપીઓ દ્વારા સુનિયોજિત કાવતરું રચવામાં આવ્યું હતું. લોન માટે ઓછા કેરેટના સોનાને બેન્કમાં રજુ કરવામાં આવતું હતું અને ત્યારબાદ બેન્કના વેલ્યુઅર **અક્ષય ગોરધનદાસ ધાણક** દ્વારા તેને વધુ કેરેટનું અને સારી ગુણવત્તાનું દર્શાવી ખોટો વેલ્યુએશન રિપોર્ટ તૈયાર કરવામાં આવતો હતો.

આ ખોટા રિપોર્ટો બેન્ક સમક્ષ ખરા ગણાવી રજૂ કરવામાં આવતા લોન મંજુર થતી હતી અને લોનધારકોને મોટી રકમ મેળવી દેવામાં આવતી હતી. આ સમગ્ર કાવતરામાં ભલા નાથા ખાંભલીયા, S.K. મુસ્તફા, અજીમ હફીજ મુલ્લા, ભીમ બીજલી, રાજેશ ધોરીયા, કાદર રહીમ અલી, અકીબ અજીમ મુલ્લા, રજીયા અજીમ મુલ્લા સહિતના શખ્સોની સંડોવણી પોલીસ તપાસમાં બહાર આવી છે.

આ આરોપીઓની મિલીભાગતમાં બેન્કને **97 લાખથી વધુની આર્થિક હાનિ** પહોંચાડવામાં આવી છે. દ્વારકા પોલીસે હવે IPC કલમ 120(B), 406, 420, 467, 468 અને 471 હેઠળ ગંભીર ગુનો નોંધ્યો છે.  

મામલે વધુ તપાસ **PSI N.S. ગોહિલ** દ્વારા હાથ ધરાઈ છે.

આ ઘટનાએ AXIS બેન્ક દ્વારકાની વેલ્યુએશન પ્રક્રિયા અને સુરક્ષા સિસ્ટમ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments